How To create Calligraphy In Android Phone (Gujarati)
આજકાલ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આ જાતની ઇમેજીસ વાયરલ થઈ છે અને લોકોને એ ખુબજ પસંદ પડી રહી છે.
આ ઇમેજને અંગ્રેજીમાં "Calligraphy" કહે છે તથા ગુજરાતીમાં એનો અર્થ "સુલેખન" થાય છે.
પહેલાંના જમાનામાં શાહી વડે કાગળ ઉપર લખવામાં આવતું હતુ ત્યારે કંઇક આ પ્રમાણે અક્ષર જોવા મળતાં હતા આજના ડિજિટલ યુગમાં આ પ્રમાણેની ઇમેજ બનાવવા માટે ઘણા પ્રકારની એન્ડ્રોઇડ એપ્લિકેશન મળી રહે છે.
જે નીચે પ્રમાણે છે.
૧)એડોબ ઇલ્યુસટ્રેટર ડ્રો (Adobe Illustrator Draw)
એડોબ દ્રારા બનાવમાં આવેલી આ એપ્લિકેશન છે.
જેમાં જુદા જુદા બ્રશ વડે તમે આ પ્રકારની સુલેખન વાળી ઇમેજ બનાવી શકો છો. મનગમતી ઇમેજ બની ગયા બાદ ઇમેજને તમે પી.એન.જી તથા જેયપેગ ફોર્મેટમાં સેવ કરી શકો છો.
જેને પી.એન.જી ફોર્મેટનો ઉપયોગ ખબર નથી એ જેયપેગ (jpg)માં જ સેવ કરે.
ડાઉનલોડ લિંક: Download
૨)સ્કેચ બુક ડ્રો એન્ડ પેઇન્ટ (Sketchbook- Draw and Paint)
ઓટૉડેસ્ક ઇંકોપરેટીવ દ્રારા બનાવમાં આવેલી આ એપ્લિકેશન છે.
આમાં પણ એડોબ ઇલ્યુસટ્રેટર ડ્રો ના જેમજ જોઈતી હોય એ સાઈઝની બ્લેન્ક ઇમેજ લઈ મનગમતા બ્રશ તથા કલર્સ વડે તમે સુલેખન વાળી ઇમેજ બનાવી શકો છો.
બન્યા બાદ તમે એને જેયપેગ (jpg) ફોર્મેટમાં તમારા ફોનમાં સેવ કરી શકો છો.
ડાઉનલોડ લિંક : Download
૩) એડોબ ફોટોશોપ સ્કેચ (Adobe Photoshop Sketch)
એડોબ દ્રારા બનાવમાં આવેલી આ એપ્લિકેશન છે.
જેમાં જુદા જુદા બ્રશ તથા કલર્સ વડે તમે આ પ્રકારની સુલેખન વાળી ઇમેજ બનાવી શકો છો.
ડાઉનલોડ લિંક : Download
આ PNG image નો ઉપયોગ પણ બ્લોગ મા મુકજો ને ભાઈ...-એહસાસ (Dhruvil)
ReplyDeletePNG- Portable Network Graphic. પિ.એન.જી. ફોર્મેટ વાળી ઇમેજમાં બેકગ્રાઉંડ હોતું નથી એને કોઇ ઇમેજ એડિટીંગ સોફ્ટવીયરમાં આસાનીથી કોઇ બિજિ ઇમેજ ઉપર મુકિ શકાય છે.
Deleteishan how to creat name
ReplyDeletedownload application and take a blank sheet then choose any brush and create using your fingertip
Delete